ભગંદર ( Fistula ) ની સમસ્યા



શું છે આ ભગંદર (Fistula) ની સમસ્યા ?
ગુદામાર્ગ કે મળાશય ને બહારની ચામડી જોડે જોડતી કૃત્રિમ નળી બનાવતો વિકાર.આવી નળીને સંયોગનળી (ભગંદર,Fistula)કહે છે,જેની અંદરની દીવાલ દાણાદાર પેશીની બનેલી હોય છે અને તેનો બહારનો છેડો ગુદાછિદ્ર ની આસપાસ હોય છે.સામાન્ય રીતે તે ગુદા અને મળાશયની બહાર બનતું ગુદામળાશયી ગૂમડું ફાટવાથી બને છે. ક્યારેક તે ગૂમડાની અપૂરતી શસ્ત્રક્રિયા પછી પણ સંયોગનળી બને છે.મળમાર્ગમાંથી સતત આવતા ચેપને કારણે આવી સંયોગનળી આપોઆપ રુઝાઈને ભાગ્યે જ બંધ થાય છે. ક્યારેક ગુદામળાશયી ગૂમડું ફક્ત ચામડી તરફ બહાર ખૂલે છે,પરંતુ અંદર ગુદા કે મળાશયમાં ખૂલતું નથી.



ભગંદર ( Fistula ) ના લક્ષણો
(1) નીચલા સ્તરની સંયોગનળી
(2) પરુવાળા પ્રવાહીનું સતત ઝમવું
(3) ચામડીમાં ચચરાટ (ક્ષોભન)
(4) ગુદામાં વારંવાર ફોડલી થવી
(5) ટોઇલેટ કરતી વખતે દુખાવો થવો
(6) ગુદામાર્ગ માંથી લોહી નીકળવું.
ભગંદર ( Fistula ) થવાના મુખ્ય કારણો
ચેપ
આંતરડામાં ચાંદા પડવા
કબજિયાત
સર્જરી
HIV,TB જેવી બીમારી


ગુદામાર્ગની આસપાસ ફોડલી થવી
ઘરેલુ ઉપચાર
- કસરત
જાણવા જેવું











